Whatsapp યુઝર્સ માટે આવ્યા માઠા સમાચાર, 2019થી લાખો લોકો યુઝ નહી કરી શકે આ App


વૉટ્સએપ દુનિયાભરમાં સૌથી વધુ ઉપયોગમાં લેવાતી મેસેજિંગ એપ છે. પ્લે સ્ટોર હોય કે એપ્પલ સ્ટોર બંને પ્લેટફોર્મ પર તેને કરોડો લોકોએ ડાઉનલોડ કરી છે. પરંતુ વર્ષોથી આ એપનો ઉપયોગ કરી રહેલા કેટલાંક યુઝર્સ માટે Whatsapp માઠા સમાચાર લઇને આવ્યું છે. Whatsappએ તે ઓપરેટિંગ સિસ્ટમની એક લિસ્ટ જારી કરી છે જેના પર 31 ડિસેમ્બર 2018 બાદ વૉટ્સએપ સપોર્ટ નહી કરે.



પ્રાપ્ત માહિતી અનુસાર જે યુઝર્સ હજુ પણ Nokia S40 ઓપરેટિંગ સિસ્ટમ યુઝ કરી રહ્યાં છે તેમના ફોન માટે Whatsapp નવા ફિચર્સ ડેવલપ નહી કરે. આ સાથે જ જણાવવામાં આયું છે કે Nokia S40 પર કામ કરી રહેલા મોબાઇલ ફોન પર Whatsappના કેટલાંક ફિચર્સ પણ કામ કરતા બંધ થઇ જશે.



આ ઉપરાંત એન્ડ્રોઇડ વર્ઝન 2.3.7 અને તેની પહેલાના ઓપરેટિંગ સિસ્ટમ, iOS 7 અને તેનાથી જૂના ઓપરેટિંગ સિસ્ટમ પર ચાલતા iPhone પણ 1 ફેબ્રુઆરી 2020 બાદ વૉટ્સએપ કામ નહી કરે.



Whatsappનું કહેવું છે કે કંપની આ પ્લેટફોર્મ્સ માટે નવા ફિચર્સ ડેવલપ નહી કરે. જેના કારણે કેટલાંક ફિચર્સ આપમેળે જ કામ કરતાં બંધ થઇ જશે. Whatsappનું કહેવું છે કે જ્યારે તે આગામી સાત વર્ષ પર ફોકસ કરે છે તો તેનું ધ્યાન તે મોબાઇલ ફોન્સ પર છે જેનો વધુમાં વધુ લોકો ઉપયોગ કરે છે.



તેવમાં જો તમારો ફોન પણ Nokia S40 કે તેથી પહેલાની ઓપરેટિંગ સિસ્ટમ પર કામ કરતો હોય અને તમે વૉટ્સએપ યુઝ કરવા માંગતા હોય તો તેના માટે તમારે નવો ફોન લેવો પડશે. આ સિવાય તમારા ફોનમાં ઓપરેટિંગ સિસ્ટમ અપ્રેડ કરવાનો ઓપ્શન હોય તો તેને એપગ્રેડ કરીને વૉટ્સએપનો ઉપયોગ કરો.

જણાવી દઇએ કે ગત વર્ષે એટલે કે 31 ડિસેમ્બર 2017 બાદ ‘બ્લેકબેરી OS’ ‘બ્લેકબેરી 10’ અને ‘Windows Phone 8.0’ જેવા જૂના પ્લેફોર્મ્સ માટે Whatsapp બંધ કરી દેવામાં આવ્યું હતું.