હવે Whatsappમાં ફક્ત એડમિન જ કરી શકશે મેસેજ, મેમ્બર્સ નહી કરી શકે રિપ્લાય

આજના ડિજિટલ યુગમાં વૉટ્સએપ  એવુ માધ્યમ બની ગયુ છે જેના દ્વારા આપણે આપણા પોતીકાઓ સાથે સંપર્કમાં રહી શકીએ છીએ અને તેમાં પણ વૉટ્સએપ ગ્રુપ એક એવુ પ્લૅટફૉર્મ છે જેના દ્વારા આપણે એક સાથે અનેક લોકોને કોન્ટેક્ટ કરી શકીએ છીએ. આપણા વૉટ્સએપમાં કોલેજના મિત્રો, સંબંધીઓ, સ્કૂલના મિત્રો વગેરેના અનેક વૉટ્સએપ ગ્રુપ હોય જ છે અને તેવામાં ઘણી વખત એવી સમસ્યા ઉભી થતી હોય છે કે આપણે કોઇ મેસેજ અન્ય ગ્રુપમાં મોકલી દેતા હોઇએ છીએ. તેવામાં વૉટ્સએપ પોતાની એપમાં એક રિસ્ટ્રીક્ટ ગ્રુપનુ ફિચર જોડવા જઇ રહ્યું છે જેમાં કોઇ ગ્રુપમાં ફક્ત એડમિન જ પોસ્ટ કરી શકશે અને ગ્રુપના અન્ય સભ્યો ફક્ત તે પોસ્ટને જોઇ શકશે.
આ ફિચરના આવવાથી વૉટ્સએપ ગ્રુપ પર ઝડપથી ફેલાતી ફેક ન્યુઝ અને અફવાઓમાં ઘટાડો થઇ શકશે. પ્રાપ્ત માહિતી અનુસાર આ ફિચર એન્ડ્રોઇડ,આઇઓએસ અને વિન્ડોઝ તમામ પ્લૅટફૉર્મમાં લાવવામાં આવશે. આ ફિચરથી ગ્રુપમાં રહેલા અન્ય યુઝર્સ ગ્રુપમાં બિન-જરૂરી મેસેજ, ફોટો, વિડિયો અથવા GIF નહી મોકલે. આ ફિચર આવવાથી વૉટ્સએપ ગ્રુપમાં મોટાભાગે આ સમસ્યાઓ પર નિયંત્રણ આવી જશે.