USB એક સેકન્ડમાં 20 GB ડેટા ટ્રાન્સફર કરી શકે !!!

વાચકમિત્રો, પ્રસ્તુત આર્ટીકલમાં આપણે USB અને તેના વિવિધ વર્ઝન વિશે વિશે વિગતવાર ચર્ચા કરીશું.

હું તમને એમ જણાવું કે, USB વડે તમે એક સેકન્ડમાં 20 GB જેટલો ડેટા ટ્રાન્સફર કરી શકો છો તો ? કદાચ તમને આ બાબત માન્યામાં ન આવે, પરંતુ આ બાબત સાચી છે. તમે USB ના અદ્યતન વર્ઝન 3.2 વડે એક સેકન્ડમાં 20 GB જેટલો ડેટા ટ્રાન્સફર કરી શકો છો. જો કે આ માટે તમારી કમ્પ્યૂટર સિસ્ટમ અને ડિવાઈસ એ બંને USB ના 3.2 વર્ઝનને સપોર્ટ કરતાં હોય તે જરૂરી છે. ચાલો આ બાબતે વિગતવાર ચર્ચા કરીએ...

જ્યારે તમે નવી કમ્પ્યૂટર સિસ્ટમ ખરીદશો ત્યારે વેપારી તમને જણાવશે કે, તેમાં USB 3.0 કે USB 3.1 કે USB 3.2 વર્ઝન છે. આ જાણીને યુઝર ખુશ થઈ જાય છે, હાશ આપણે જે કમ્પ્યૂટર સિસ્ટમ ખરીદવા જઈ રહ્યાં છીએ તે લેટેસ્ટ છે. પરંતુ જરા થોભો, શું તમને USB ના વર્ઝન, તેની ઉપયોગીતા કે તેની કાર્યક્ષમતા વિશે ખબર છે ? જો આપનો જવાબ “ના” હોય તો આર્ટીકલને આગળ વાંચો...

USB નો પ્રાથમિક પરિચય :

➡ USB એટલે Universal Serial Bus.

➡ તે ડેટાને ટ્રાન્સફર કરવાનું સૌથી ઝડપી માધ્યમ છે.

➡ USB ડિવાઈસના ઉદાહરણમાં પેન ડ્રાઈવ, કાર્ડ રીડર વગેરેનો સમાવેશ થાય છે.

➡ USB પ્રકારના કી-બોર્ડ, માઉસ, સ્પીકર વગેરે ડિવાઈસને જોડવા માટે પણ USB પોર્ટનો ઉપયોગ કરવામાં આવે છે.

USB કનેક્ટરના પ્રકાર

➡ USB વિવિધ આકાર અને પ્રકારમાં ઉપલબ્ધ છે.

➡ USB કનેક્ટરના ત્રણ પ્રકાર છે : ટાઈપ-A, ટાઈપ-B, ટાઈપ-C.

➡ ટાઈપ-A માં પેન ડ્રાઈવ ભરાવો છે પોર્ટનો સમાવેશ થાય છે, જે સૌથી વધુ પ્રચલિત છે.

➡ ટાઈપ-B માં પ્રિન્ટર, સ્કૅનર, મોડેમનો કેબલ ભરાવો છો તે પોર્ટનો સમાવેશ થાય છે.

➡ ટાઈપ-C લેટેસ્ટ અને ખૂબ જ પાતળો પોર્ટ છે, જે બંને તરફથી એકસરખો હોય છે અને તેને ગમે તે દિશાથી ભરાવી શકાય છે. હાલમાં તે એપલ પ્રકારના લેટેસ્ટ ડિવાઈસમાં ઉપલબ્ધ બનેલ છે. ભવિષ્યમાં તેનો ઉપયોગ જ કરવામાં આવશે.

➡ આ સિવાય મોબાઈલમાં વાપરવામાં માઈક્રો USB પ્રકારના અન્ય પ્રકાર ઉપલબ્ધ છે.

USB ના વર્ઝન :

➡ USB ના અત્યાર સુધી આવેલાં જુદા જુદા વર્ઝન છે – 1.0, 2.0, 3.0, 3.1 અને 3.2.

➡ હાલમાં USB 2.0 અને USB 3.0 સૌથી વધુ ઉપયોગમાં લેવાય છે.

➡ USB 1.0 વર્ઝન વડે 12 Mbps એટલે કે પ્રતિ સેકન્ડ 12 MB ડેટા ટ્રાન્સફર કરી શકાય છે.

➡ USB 2.0 વર્ઝન વડે 480 Mbps એટલે કે પ્રતિ સેકન્ડ 480 MB ડેટા ટ્રાન્સફર કરી શકાય છે.

➡ USB 3.0 વર્ઝન વડે 5 Gbps એટલે કે પ્રતિ સેકન્ડ 5 GB ડેટા ટ્રાન્સફર કરી શકાય છે !!!

➡ USB 3.1 વર્ઝન વડે 10 Gbps એટલે કે પ્રતિ સેકન્ડ 10 GB ડેટા ટ્રાન્સફર કરી શકાય છે !!!!!

➡ USB 3.2 વર્ઝન વડે 20 Gbps એટલે કે પ્રતિ સેકન્ડ 20 GB ડેટા ટ્રાન્સફર કરી શકાય છે !!!!!!!!

➡ USB 1.0 વર્ષ 1996માં, USB 2.0 વર્ષ 2000માં USB 3.0 વર્ષ 2008, USB 3.1 વર્ષ 2013માં અને USB 3.2 સપ્ટેમ્બર 2017 માં રજૂ કરવામાં આવ્યું છે.

➡ અહીં, USB 3.2 ની ડેટા ટ્રાન્સફરની ઝડપ વાંચીને જાદુ જેવું જ લાગે કે 20 GB નો ડેટા એક જ સેકન્ડમાં ટ્રાન્સફર થઈ જાય તો કેવી મજા પડી જાય, ખરું ને ? ટેક્નોલોજીના જમાનામાં બધું જ શક્ય છે !!! આ બાબત શક્ય બની ચૂકી છે. 20 GB નો ડેટા કૉપી/કટ કરીને અન્ય સ્થાને કે પેન ડ્રાઈવ જેવા માધ્યમમાં જઈને પેસ્ટ કરતાં એક જ સેકન્ડમાં ટ્રાન્સફર થઈ જાય !!! ઘણાં યુઝર્સ માટે આ બાબત જાદુથી કમ નથી !!! પરંતુ ટેક્નોલોજી યુગમાં આ શક્ય બની ચૂક્યું છે.

USB ના વર્ઝનની ઓળખ :

➡ સામાન્ય રીતે USB 2.0 નો રંગ બ્લેક કે ગ્રે હોય છે, જ્યારે USB 3.0 નો રંગ બ્લૂ હોય છે.

➡ કંટ્રોલ પેનલમાં ડિવાઈસ મેનેજર હેઠળ Universal Serial Bus Controller માં જઈને USB Properties હેઠળ USB નું વર્ઝન જાણી શકાય છે. જો સિસ્ટમ લેટેસ્ટ હશે તો USB 2.0 કે તેનાથી ઉપરના વર્ઝન તેમાં દર્શાવાય છે, જ્યારે 1.0 વર્ઝન દર્શાવવામાં આવતું નથી.

જરા સંભાલ કે...

અહીં, ખાસ નોંધ લેશો કે – જો તમારી કમ્પ્યૂટર સિસ્ટમમાં USB 3.2 વર્ઝન ઉપલબ્ધ છે, પરંતુ જો તમારી પેન ડ્રાઈવ કે અન્ય ડિવાઈસ 2.0 વર્ઝનને સપોર્ટ કરે છે તો તમને 2.0 પ્રમાણે જ ડેટા ટ્રાન્સફર સ્પીડ મળશે. ટૂંકમાં, તમારી કમ્પ્યૂટર સિસ્ટમ અને તેની સાથે જોડવામાં આવતું ડિવાઈસ એ બંને એકસરખું વર્ઝન ધરાવતું હોય તો જ તેને અનુરૂપ ડેટા ટ્રાન્સફરની સુવિધા મળે છે.

આશા રાખું છું કે, આ આર્ટિકલ આપને ચોક્કસથી ઉપયોગી થશે.