વાચકમિત્રો, પ્રસ્તુત આર્ટીકલમાં સાઈબર એકસ્પર્ટની ડિમાન્ડ, કારકિર્દીક્ષેત્રે તેમાં રહેલી તકો અને તેના માટે ક્યા પ્રકારના ગુણ હોવા જોઈએ તેના વિશે વિગતવાર ચર્ચા કરીશું.
વિશ્વભરમાં લોકો ઓનલાઈન પ્રવૃત્તિ તરફ વળી રહ્યાં છે, ત્યારે સાઈબર ક્રાઈમનો ગ્રાફ પણ કૂદકેને ભૂસકે ઊંચો જઈ રહ્યો છે. સાઈબર ક્રાઈમ વધે ત્યારે આ પ્રકારના કેસોને ઉકેલવા માટે સાઈબર એક્સપર્ટની ડિમાન્ડ પણ વધે તે દેખીતી બાબત છે. વળી, હાલમાં જ્યારે દરેક સ્ટ્રિમના પરિણામ જાહેર થઈ ગયા છે ત્યારે વિદ્યાર્થીની કારકિર્દી કઈ દિશામાં પૂરપાટ ઝડપે દોડશે ? ક્યું ફિલ્ડ ઓનડિમાન્ડ છે ? ક્યા ફિલ્ડને પસંદ કરવાથી ભવિષ્યમાં સારી કમાણી થશે ? આ બાબતે અનેક વાલીઓ મુંઝવણ અનુભવે છે. જો તમે જરા હટકે કારકિર્દી બનાવવા ઈચ્છતા હોય તો – સાઈબર એક્સપર્ટ ઓનડિમાન્ડ છે.
વિવિધ પ્રકારના સાઈબર ક્રાઈમ :
➡ પાસવર્ડ/ડેટા/Wi-Fi હેકિંગ
➡ વાઈરસ એટેક
➡ મોબાઈલ ક્રાઈમ
➡ સોફ્ટવેર પાયરસી
➡ ઈ-મેઈલ ફોર્જરી
➡ ક્રેડિટ કાર્ડ ફ્રોડ
➡ ચાઈલ્ડ પોર્નોગ્રાફી
➡ ફેક કોલિંગ/SMS/ઈ-મેઈલ
સાઈબર એક્સપર્ટની ડિમાન્ડ :
➡ કમ્પ્યૂટર, મોબાઈલ, નેટબૅંકિંગ, ઈ-કોમર્સ, સોશિયલ નેટવર્કિંગ સાઈટ્સ વગેરે ઈન્ટરનેટ આધારિત પ્રવૃત્તિઓ વધતાં સાઈબર ક્રાઈમ વધી રહ્યો છે, તેના કેસોની સંખ્યા દિનપ્રતિદિન વધી રહી છે, પરંતુ આ પ્રકારના કેસોને ઉકેલવા માટે ટેક્નિકલ જ્ઞાન ધરાવતા સાઈબર એક્સપર્ટ ઉપલબ્ધ નથી.
➡ સાઈબર એક્સપર્ટની ડિમાન્ડ ભારત તેમજ આંતરરાષ્ટ્રિય સ્તરે છે.
➡ સામાન્ય લેવલથી લઈને કોર્પોટેટ કંપનીઓમાં સાઈબર એક્સપર્ટની ડિમાન્ડ વધી રહી છે.
➡ સામાન્ય રીતે સાઈબર એક્સપર્ટને આપવામાં આવતા એસાઈમેન્ટના પ્રકાર અને કેસની જટીલતાને આધારે તેમને ફી ચૂકવવામાં આવે છે, જ્યારે ઘણા કેસોમાં કલાક દીઠ ફી ચૂકવવામાં આવે છે.
➡ વિદેશમાં અમુક ઈન્ટરનેશનલ એજન્સી સાઈબર સિક્યોરિટી એક્સપર્ટને કલાકના ડોલર પ્રમાણે ફી ચૂકવે છે.
સાઈબર એક્સપર્ટની કામગીરી :
➡ સાઈબર એક્સપર્ટ હેકિંગ પ્રકારના ગુનાઓને ઉકેલમાં મહત્ત્વની કામગીરી કરે છે.
➡ મર્ડર કેસમાં ફિંગર પ્રિન્ટની ચકાસણી માટે તેમજ ગુનાની તપાસને આગળ વધારવા માટે મોબાઈલ ફોનના રોકોર્ડને ચેક કરવા માટે સાઈબર એક્સપર્ટની મદદ લેવામાં આવે છે.
➡ સાઈબર ક્રાઈમ હેઠળ આચરવામાં આવતાં ગુના હેઠળ વિવિધ પ્રકારના ગેજેટ્સ, ડિવાઈસ, મોબાઈલ ફોન, સીડી, ડિવીડી, પેન ડ્રાઈવ, CCTV ફૂટેજ, માઈક્રો કમૅરા વગેરેમાંથી ડિજિટલ પુરાવઓ છૂટા પાડવાની કામગીરી સાઈબર એક્સપર્ટ કરે છે.
➡ નેટ બૅંકિગ, ઈ-મેઈલ હેકિંગ, ચાઈલ્ડ પોર્નોગ્રાફી પ્રકારના ગુનાઓને ઉકેલવા માટે સાઈબર એક્સપર્ટની મદદ લેવામાં આવે છે.
સાઈબર એક્સપર્ટના ગુણો :
➡ સાઈબર એક્સપર્ટ ટેક્નિકલ જ્ઞાન ધરાવતો હોવો જોઈએ, જે સમસ્યાના વિશ્લેષણની લાયકાતની સાથે ઉકેલની વિશિષ્ટ આવડત ધરાવતો હોય તે જરૂરી છે.
➡ તેનામાં કોઈ પણ સમસ્યાનો ઉકેલ લાવવાની ક્ષમતા, ઉત્સુક્તા અને વૈજ્ઞાનિક અભિગમ હોય તે જરૂરી છે.
➡ તેની પાસે ટેક્નોલોજીની સંપૂર્ણ સમજની સાથે જ લેટેસ્ટ ટેક્નોલોજીની માહિતી હોય તે પણ જરૂરી છે.
➡ અદ્યતન ટેક્નોલોજીની જાણકારી સાથે હેકર્સનું મગજ ક્યા પ્રકારે વિચારશે તેનો તાગ મેળવી શકવાની ક્ષમતા પણ હોવી જરૂરી છે.
➡ તેનામાં ગુનાને ઉકેલવા માટે કલ્પનાશક્તિ આધારિત પાવર હોય તે જરૂરી છે.
➡ તેમાં ડગલેને પગલે અવનવી મુશ્કેલી અને પડકારોનો સામનો કરવો પડી શકે છે, આ પ્રકારની સમસ્યાઓને આત્મસાત કરવાના ગુણો સાઈબર એક્સપર્ટ બનવા માટે જરૂરી છે.
સાઈબ્ર ક્રાઈમને લગતાં કોર્ષ :
➡ સાઈબર ક્રાઈમ ઈન્વેસ્ટિગેશન
➡ સાઈબર સિક્યોરિટી
➡ કમ્પ્યૂટર ફોરેન્સિક્સ
➡ ઈન્ફર્મેશન સિક્યોરિટી પ્રોફેશનલ
➡ એથિકલ હેકર
➡ ડેટા પ્રોટેક્ટર
ગુજરાતની એકમાત્ર ગુજરાત ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીના સાઈબર ક્રાઈમને લગતા વિવિધ કોર્ષને લગતી માહિતી મેળવવા માટે નીચે આપેલ વેબસાઈટની મુલાકાત લેશો.
આશા રાખું છું કે, આ આર્ટિકલ આપને ચોક્કસથી ઉપયોગી થશે.