ફેસબુક પર સુરક્ષિત થવા શું કરશો ?

વાચકમિત્રો, પ્રસ્તુત આર્ટીકલમાં તાજેતરમાં ચાલી રહેલાં ફેસબુકના વિવાદ તેમજ તેનો સલામતીપૂર્વક ઉપયોગ કરવા વિશે વિગતવાર ચર્ચા કરીશું.

ટેક્નોસેવી યુઝર્સ તરીકે તમે ચોક્કસથી ફેસબુકનો ઉપયોગ કરતાં હશો, ખરું ને ? આ સાથે તમને ચોકક્સથી ધ્યાનમાં હશે જ કે, હાલ સમગ્ર વિશ્વમાં ફેસબુકનો વિવાદ ચાલી રહ્યો છે. બ્રિટીશ ડેટા વિશ્લેષણ કંપની કેમ્બ્રિજ એનાલિટિકા પર આરોપ લગાવવામાં આવ્યો છે કે, તેણે રાજકીય ઉપયોગ માટે પાંચ કરોડ ફેસબુક યુઝર્સનો અંગત ડેટા ફેસબુકની મંજૂરી વિના ચોરી લીધો છે !!! ફેસબુકનો ડેટા લીક થઈ રહ્યો છે, તે જાણીને અનેક યુઝર્સ તેને પોતાના કમ્પ્યૂટર અને મોબાઈલમાંથી ડિલીટ કરી રહ્યાં છે. સમગ્ર વિશ્વમાં યુઝર્સની અંગત સુરક્ષાને ધ્યાનમાં રાખીને #DeleteFacebook નામનું કૅમ્પેઈન ચલાવવામાં આવી રહ્યું છે !!! ફેસબુકના સીઈઓ માર્ક ઝુકરબર્ગે ફેસબુકનો ડેટા લીક થયો હોવાની બાબતનો સ્વીકાર કર્યો છે અને ફેસબુકને વધુ સુરક્ષિત કરવાની ખાતરી આપી છે. ફેસબુક ડેટા ચોરીના વિવાદના કારણે ફેસબુકને કરોડો રૂપીયાનું નુકશાન થઈ ગયું છે અને માર્ક ઝુકરબર્ગ વિશ્વના ટોપ 5 ધનિક વ્યક્તિની યાદીમાંથી બહાર થઈ ગયા છે !!! ફેસબુકના વિવાદની સાથે જ હાલમાં આવેલા સમાચાર મુજબ ભારતમાં પણ વિવિધ રાજકીય એપ દ્વારા પણ આપણો ડેટા અમેરિકા અને સિંગાપુર પહોંચી રહ્યો હોવાનું જાણવા મળ્યું છે !!!

આજકાલ કોઈ પણ વસ્તુ “મફત” એટલે કે “FREE” નથી, તે નિયમ મુજબ ફેસબુક આપણને ફોટોગ્રાફ, વિડીયો, ટેક્સ્ટ, કોલિંગ પ્રકારની અનેક સુવિધાઓ આપે છે, જેની સામે તે આપણા અંગત ડેટાનો ઉપયોગ કરે છે. તે આપણા રસના વિષયને જાણીને વિશ્વની અનેક એડવર્ટાઈઝમેન્ટ કંપનીઓને વેચે છે અને તેમાંથી કમાણી કરે છે. ટૂંકમાં, આપણે ફેસબુકની મફત સુવિધાનો ઉપયોગ કરીને સામે પક્ષે વિવિધ કંપનીઓ તરફથી મળતી એડવર્ટાઈમેન્ટ મેળવીએ છીએ અને તેના આધારે તેમની પ્રોડેક્ટનું વેચાણ થાય છે !!! ફેસબુક આપણા ડેટાનો ઉપયોગ કરીને અધધ કહી શકાય તેટલી કમાણી કરે છે !!!

ફેસબુક પર સુરક્ષિત રહેવા માટે :

➡ આપણી કઈ અંગત બાબતોને ફેસબુક વિવિધ કંપની સાથે શૅર કરે છે તે જાણવા અને તેને મૅનેજ કરવા માટે નીચે આપેલ લિંકનો ઉપયોગ કરો.

https://www.facebook.com/ads/preferences

➡ આ લિંકનો ઉપયોગ કરીને ઉપયોગકર્તા પોતાની અંગત માહિતીને સુરક્ષિત કરી શકે છે.

➡ તેમાં અંગત સુરક્ષાને લગતાં Your interests, Advertisers you’ve interested with, Your information, Ad settings, Hide ad topics અને How Facebook ads work વિકલ્પો ઉપલબ્ધ છે.

➡ Your interests હેઠળ ઉપલબ્ધ બિનજરૂરી રસને તેની કૅટેગરી મુજબ ડિલીટ કરો.

➡ Advertisers you’ve interested with હેઠળ તમે કઈ જાહેરાત પર ક્લિક કરીને માહિતી મેળવેલ છે તે કેટેગરી અનુસાર જોવા મળે છે, જેને તમે ડિલીટ કરી શકો છો.

➡ Your information હેઠળ ફેસબુક તમારી કઈ બાબતોને વિવિધ સંસ્થાઓ સાથે શૅર કરે છે તે જોવા મળે છે. તેમાંથી ઈચ્છિત માહિતીને તમે ડિલીટ કરી શકો છો.

➡ Ad settings હેઠળ તમને દર્શાવવામાં આવતી જાહેરાતનું સેટિંગ બદલી શકો છો.

➡ Hide ad topics હેઠળ આલ્કોહોલ, વાલી તરીકે અને પાલતુ પ્રાણીઓને લગતી સુરક્ષાના વિકલ્પો ઉપલબ્ધ છે, જેને 6 મહિના, 1 વર્ષ અને કાયમ માટે દૂર કરી શકાય છે.

➡ About Facebook Ads હેઠળ ફેસબુક જાહેરાત ક્યા પ્રકારે કામગીરી કરે છે તેના વિશે માહિતી જોવા મળે છે.

ફેસબુક પર સુરક્ષિત રહેવાના અન્ય ઉપાયો :

➡ ફેસબુક પર તમારો મોબાઈલ નંબર શૅર ન કરો.

➡ ફેબબુક પર તમારી જન્મતારીખ શૅર ન કરો.

➡ ફેસબુક પર તમારું લોકેશન શૅર ન કરો.

➡ ફેસબુક પર તમારા અંગત ફોટોગ્રાફ કે માહિતીને શૅર ન કરો.

➡ અજાણી વ્યક્તિની ફ્રેન્ડ રિક્વેસ્ટનો સ્વીકાર ન કરો.

➡ પ્રાઈવસી સેટીંગ્સને વધુ સુરક્ષિત કરો.

➡ મજબુત પાસવર્ડ સેટ કરો અને તેને નિયમિત રીતે બદલો.

જો કે સાઈબર ક્રાઈમના વધતાં ગ્રાફ અને ભેજાબાજ હૅકર્સના કારણે સુરક્ષાના તમામ ઉપાય કરવા છતાં પણ વિશ્વભરમાં તમારી માહિતી 100 % સુરક્ષિત હોવાની ખાતરી કોઈ આપી શકતું નથી !!!

ખાસ નોંધ લેશો કે –

વધુમાં, આ આર્ટીકલ આપને કેવો લાગ્યો તે ચોક્કસથી નીચે આપેલાં કૉમેન્ટ બૉક્સમાં જણાવશો અને જો આપને આર્ટીકલ ગમ્યો હોય તો અન્ય યુઝર્સ સાથે Share કરવાનું અને Like ના બટનને પ્રેસ કરવાનું ભૂલશો નહીં....